સુરત-

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આમજનતાની સાથે કોરોના વોરિયર્સ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે હવે સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

મળતી માહિતી મુજબ હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસોથી 'કોરોના વૉરિયર' તરીકે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખૂદ પોઝિટિવ આવતા લોકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે. લોકો ધારાસભ્ય હર્ષ સંઘવી ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જોકે આ અંગે ટ્વીટ કરીને જાણકારી હતી.

મજૂરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "આજે મેં કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે તેમજ જરૂરી અન્ય કાળજી લે."