ભોપાલ-

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ભોપાલની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ બન્યા બાદ સીએમ શિવરાજ ચૌહાણને 25 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સામેની જંગ જીત્યા બાદ આજે તેઓ ડીસ્ચાર્જ થયા છે.

હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાલત 11 દિવસ કરતા વધુ સારી હોવાની વાત કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાનાં કોઈ લક્ષણો તેમનામાં દેખાયા નથી. આજે સવારે હોસ્પિટલની ટીમે સીએમ શિવરાજ ચૌહાણના આરોગ્યની તપાસ કરી હતી તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પછી મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ડીસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.