દિલ્હી-

મધ્ય પ્રદેશના એક પ્રધાન ઉષા ઠાકુરે એવું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું કે મદરેસાઓ આતંકવાદી પેદા કરે છે. મદરેસાઓએ જમ્મુ કશ્મીરને આતંકવાદીઓનું કારખાનું બનાવી નાખ્યું હતું. મદરેસાઓમાં આતંકવાદીઓ પેદા થાય હતા.

ઉષાએ કહ્યું હતું કે મદરેસાઓ બંધ કરી દેવા જાેઇએ. મદરેસાઓ રાષ્ટ્રવાદનું પાલન કરતા નથી. એમને હાલની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તિત કરી દેવાં જાેઇએ. તેમણે સરકારને વિનંતી કરી હતી કે સરકારી પૈસે ચાલતા તમામ મદરેસા બંધ કરી દેવા જાેઇએ. જમ્મુ કશ્મીરની સ્થિતિ જાેઇ શકાય છે. એક સમયે સ્વર્ગ તરીકે ઓળખાતું આ રાજ્ય અત્યારે આતંકવાદીઓનું કારખાનું બની રહ્યું છે, એ માટે મદરેસાનું શિક્ષણ જવાબદાર છે.

તેમણે વધુમાં કહ્યું કે વકફ બોર્ડ એક સદ્ધર સંસ્થા બની રહ્યું છે માટે એને અપાતી સરકારી મદદ હવે બંધ કરી દેવી જાેઇએ. ધર્મ આધારિત શિક્ષણથી કટ્ટરતા ફેલાઇ રહી હતી. આતંકવાદી પેદા થતા હતા. વિદ્વેષ અને કિન્નાખોરી પેદા થાય છે. મદરેસાને અને વકફ બોર્ડને મળતી સરકારી સહાય બંધ કરી દેવી જાેઇએ.