મેડ્રિડ 

મેડ્રિડની ક્વાર્ટરફાઇનલમાં જર્મન ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝવેરેવે શુક્રવારે રાફેલ નડાલ ઉપર જીતની હેટ્રિક પૂરી કરી મેડ્રિડ ઓપન ૨૦૨૧ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા સીધા સેટમાં વિજય મેળવ્યો હતો. પાંચમાં ક્રમાંકિત ઝ્‌વેરેવે ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત નડાલને ૬-૪, ૬-૪ થી હરાવી ક્લે કોર્ટ પર સ્પેનિયાર્ડ પર પોતાની પ્રથમ જીત નોંધાવી. જે તેની કારકીર્દિમાં તેણે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. 

અગાઉ ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે મેડ્રિડની ક્વાર્ટરફાઇનલમાં જ્હોન ઇસ્નરને હરાવીને સતત ચોથી વખત મેડ્રિડ ઓપન ટેનિસની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. થીમે ૩-૬, ૬-૩, ૬-૪ થી પરાજિત કર્યો હતો. હવે તેનો મુકાબલો સેમિફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે. થીમ ૨૦૧૭ ની ફાઇનલમાં નડાલ અને ૨૦૧૮ માં ઝ્‌વેરેવ સામે હાર્યો હતો.