ગાંધીનગર-

રાજ્યમાં શુક્રવાર સુધીમાં સિઝનનો ૪૧.૮ ઇંચ એટલે કે ૧૨૭.૮૯ ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ૨૬૯.૬૩ ટકા વરસાદ કચ્છમાં પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૭૩.૯૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૧.૭૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૭૫ ટકા અને મધ્ય ગુજરાતમાં ૯૩.૦૨ ટકા ટકા વરસાદ નોંધાયો છે. આંધ્રપ્રદેશ કોસ્ટ પર બનેલી લૉ પ્રેશર સિસ્ટમ નબળી છે.

આ સિસ્ટમ ઓરિસ્સા, ઝારખંડ, યુ.પી તરફ મુવમેન્ટ કરશે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી સાથે અરબ સાગર અને રાજસ્થાન તરફથી આવતા પવનો એક સાથે મળવાથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની એક્ટિવિટી રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ૫ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્્યતાઓ નહીવત છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨૮ ટકા વરસાદ નોંધાયો છે.