સુરત,તા.૭ 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તેની શરુ કરેલી સવારી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રાખી છે. શનિવારથી છુટોછવાયો વરસાદ પડવાની શરુઆત થઈ હતી. જે વરસાદે રાત્રે તેની ગતિમાં વધારો કર્યો હતો અને રવિવારે સવારથી શરુ થયેલા વરસાદે સતત આજે ત્રીજા દિવસ સવારે પણ તેની બેટીંગ ચાલુ રાખી છે.

વીતેલા ચોવીસ કલાકમાં પડેલા સામાન્યથી ભારે વરસાદમાં દÂક્ષણ ગુજરાતના તમામ તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોધાયો છે એકથી બે ઈંચ સુધીનું પાણી ઝીકાયા આખો દક્ષિણ ગુજરાતના પટ્‌ટો વરસાદીમય માહોલમાં રંગાયો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસવાનું ચાલુ રહેતા ચાલુ રહેતા ખેડુતોમાં પણ હર્ષની લાગણી ફેલાઈ જવાની સાથે વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે. સોથી વધારે વરસાદ સુરત જિલ્લાના તમામ તાલુકામાં નોધાયો છે. વઘઈમાં ચાર ઈંચ, પલસાણા, બારડોલી, નવસારી, જલાલપોર, ચીખલી, વલસાડ, કપરાડામાં બે ઈંચ ,સુરત સીટી, વાપી. કામરેજમાં પોણા બે ઈંચ, વરસાદ નોંધાયો છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ વરસાદ વિરામ લીધો હતો. જાણે વરસાદ ખેચાઈ જતા ખેડુતો પણ ચિંતામાં મુકાયા હતા. અને વરસાદ પડે તેની રાહ જોઈને આકાશમાં મીટ માંડી બેઠા હતા.