દિલ્હી- 

કૃષિ કાનૂનોના કેસમાં સરકાર નમતું જોખવા તૈયાર ન હોવાનું જણાતા હવે ખેડૂતોએ સરકારને બીજી રીતે ભીંસમાં લેવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. ખેડૂતોએ જણાવ્યું છે કે, સરકાર જો પેટ્રોલના ભાવોને રૂપિયા 100 પર લઈ જઈ શકતી હોય તો, ખેડૂતો દૂધના ભાવ શા માટે લિટરે 100 રૂપિયા ન કરે. 

ભારતીય કિસાન યુનિયનના નેતા અને જિલ્લા પ્રભારી મિલ્કત સિંહે કહ્યું હતું કે, સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં તોતિંગ વધારો કર્યો છે, જેનાથી પણ ખેડૂતોને નુકસાન તો થયું જ છે, પણ હવે સરકાર કૃષિ કાનૂનો પાછા ખેંચવા નથી માંગતી અને ટેકાના ભાવો બાબતે કાનૂન બનાવવા પણ તૈયાર નથી એ જોતાં હવે ખેડૂતો પણ દૂધના ભાવોને બમણા કરવા વિચારે છે, એટલે કે, ખેડૂતો લિટર દૂધના ભાવો રૂપિયા 100 કરી નાંખવા વિચારી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સરકાર હજી વધારે સમય કાનૂનો પાછા નહીં ખેંચે, તો અમે શાકભાજીના ભાવો વધારવા બાબતે પણ વિચારણા કરી શકીએ છીએ.