ઈટાવા-

ઉતરપ્રદેશનાં ઈટાવા વહીવટી તંત્રે કોરોના રસીકરણને વેગ આપવા માટે એક નવો વિચાર શોધી કાઢયો છે.જે મુજબ ઈટાવા જીલ્લાનાં સેફઈમાં દારૂની દુકાનો બહાર વેકિસનેશનનાં પ્રમાણપત્ર વિના દારૂ નહિં મળે તેવી નોટીસ લગાવવામાં આવી છે. એડીએમએ દુકાનોને સ્પષ્ટ રૂપથી નોટીસ પ્રદર્શિત કરવાની સૂચના આપી છે કે જેમણે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી તેમને દારૂનું વેંચાણ ન કરવું દારૂના માલીકોને પણ પ્રમાણપત્ર વિના દારૂ વેચવા પર ચેતવણી આપવામાં આવી છે. જોકે ઈટાવા જીલ્લા એકસસાઈઝ ઓફીસર કમલકુમાર શુકલાએ રસીકરણ વધારવાનાં પ્રયાસોને વેગ મળવો જોઈએ તેવુ જણાવ્યું હતું, પરંતુ આ પ્રકારનો કોઈ આદેશ થયો હોવાનો ઈન્કાર કર્યો હતો.