દેવગઢ બારિયા, છુટાછેડા વાળી મહિલાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાના ગુનાના આરોપી અને દાહોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતા એક પોલીસ સબ ઇન્સ્પેકટર પાસેથી દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરએ પોતાને મળેલ એક અરજીના આધારે તલાશી લઈ સિમકાર્ડ અને મોબાઇલ ઝડપી પાડી તે આરોપી પી.એસ.આઇ તથા સીમકાર્ડ આપનાર વ્યક્તિ સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગરબાડા તાલુકાના આમલી ગામના રહેવાસી અને વડોદરા ટ્રાફિકમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ કુમાર રામસિંગભાઈ નળવાયા દાહોદ શહેરની એક સોસાયટીમાં રહેતી એક છુટાછેડા વાળી યુવતીના અપહરણ તથા તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં દાહોદની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે હાલ કારાવાસ ભોગવી રહ્યા છે. શનિવારે દાહોદની સબજેલમાં તપાસ હાથ ધરી સબજેલમાં કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતા અપહરણ અને બળાત્કારના ગુનાના આરોપી ઉમેશકુમાર નળવાયા પાસેથી સીમકાર્ડ વાળો મોબાઈલ તથા જીયોનું સીમકાર્ડ પકડી પાડી કબજે લઇ તપાસ હાથ ધરતા ઉમેશ કુમાર નલવાયા સબ જેલમાંથી મિત્રોને ફોન કરી જમવાનું તથા નાસ્તો મંગાવતો હોવાનું પણ બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.