દિલ્હી-

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે ૪ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપ કરતા થાકતા નથી. હવે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન મમતા બેનરજી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું, આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. મોદી અને મમતા ભાઈ બહેન છે, જે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. આ સાથે જ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું, હું ટીએમસીને કહેવા માગું છું કે છેલ્લા ૧૦ વર્ષમાં મુસ્લિમ સમાજ માટે કયા કામ કર્યા તેની યાદી આપે. મહત્વનું છે કે, ૧૭ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ૫મા અને ૨૨ એપ્રિલે છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જ્યારે ૨ મેના દિવસે મત ગણતરી થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બંગાળમાં કોણ રાજ કરશે.