બોટાદ-

ગઢડા 106 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મોહન સોલંકીએ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી ફોમ ભરી જીતની આશા વ્યક્ત કરી હતી.

રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. બને પક્ષના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ગઢડા 106 વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના નામની જાહેરાત બાદ આજે ગઢડા વિધાનસભા સીટ કોંગ્રેસના મુખ્યકાર્યાલયનું ઉદ્ઘાટન લુહાર સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમમર, ધારાસભ્ય શલેશ ભાઈ પરમાર, રાજુભાઇ ગોહિલ, કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા વશરામ ભાઈ સાગઠિયા, બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણ ભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિંમત ભાઈ કટારીયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.