મહેસાણા : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ઉંઝાનાં એપીએમસીનાં વાઇસ ચેરમેન શિવમ રાવલના નિધનના સમાચાર મળી રહ્યાં છે. તેઓ દોઢ મહિનાથી કોરોના વાયરસનાં સંક્રમણની સારવાર લઇ રહ્યાં હતાં. તેમની સારવાર અમદાવાદ સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. ઉંઝા  વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોના સામે જંગ હારી જતા નિધન થયું છે. અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દેવાઈ હતી. પરંતુ મોડી રાત્રે તબિયત લથડતા રાત્રે ૨ વાગે નિધન થયું છે. ઉંઝા  ચેરમેન અને ધારાસભ્યો તેમનાસતત સંપર્કમાં હતા. અને સારામાં સારી સારવાર મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં હતાં. જિલ્લામાં શનિવારે સતત ચોથા દિવસે ૩૦થી વધુ ૩૬ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. મહેસાણા શહેરમાં ૧૦ સહિત તાલુકામાં ૧૬, વિસનગરમાં ૮, વડનગરમાં ૫, ઊંઝામાં ૪, બહુચરાજીમાં ૨ અને કડીમાં ૧ કેસ આવતાં તમામ સંક્રમિતો આઇસોલેટ કરાયા છે. ૨ દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. હાલમાં ૪૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે. તો ૧૨૧ દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે. મહેસાણામાં એસટી વર્કશોપ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા ૬ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બહુચરાજીમાં ડેડાણા રોડ પર ગોકુલધામ સોસાયટીમાં ૬૦ વર્ષનું દંપતી કોરોના સંક્રમિત બન્યું છે.ઉત્તર ગુજરાતમાં કોરોનાના નવા ૧૦૪ કેસઉત્તર ગુજરાતમાં કોરોનાના નવા ૧૦૪ કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં ૪૫, મહેસાણામાં ૩૬, પાટણમાં ૨૨ અને સાબરકાંઠામાં ૧૧ કેસનો સમાવેશ થાય છે.