અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે વલસાડ પોલીસને એક દંપતીને ઉત્તરપ્રદેશ લઈ જવા માટે આદેશ આપ્યો છે, સાથે જ ગુજરાત પોલીસને ઉત્તરપ્રદેશ પોલીસ સાથે વાતચીત કરીને જરૂરી લાગે તો આ દંપતીને પોલીસ પ્રોટેક્શન આપવા પણ કહ્યું છે. દંપતીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી તેમને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈકોર્ટે દંપતીને સંપૂર્ણ પ્રોટેક્શન આપવાનો આદેશ આપ્યો છે.

 કારણ કે, તેઓ બંને અલગ-અલગ જ્ઞાતિના છે અને તેમના લગ્નને મહિલાના પરિવારે હજુ સ્વીકાર્યા નથી. મહિલાએ પોતાનાથી તદ્દન અલગ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હોવાથી તે પરિવારના સભ્યોના ડરથી જીવી રહી છે, તો યુવકે પણ વાપીમાં તેની નોકરી છોડી દીધી છે અને પોતાના વતન પ્રયાગરાજ શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે દીકરીની કસ્ટડી મેળવવા માગતા પિતાની અરજીને ફગાવી દીધી હતી અને તેને જ્ઞાતિને લઈને સંકટ હોવાનું નકાર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, 'એ નોંધવું પૂરતું છે કે, સમાજમાં માનવીય સંબંધો કરતાં જ્ઞાતિને લગતો મુદ્દો મોટો છે.