ડભોઇ,તા.૨૬ 

ડભોઇ તાલુકાનાં પણસોલી ગામ નજીક થી મોટર સાઇકલ ઉપર લઈ જવાતો વિલાયતી દારૂ નો જથ્થો ડભોઇ પોલીસે ઝડપી પાડ્‌યો હતો. જેમાં કુલ ૫૫ દારૂની બોટલો રૂ.૨૬૧૨૫ અને કુલ મુદ્દામાલ રૂ.૪૩૧૨૫નો કબજે કરી બે ઈસમ ની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ કાયાવરોહણ ગામે ઇકો ગાડી માં લઈ જવતો વિલાયતી દારૂ નો રૂ.૩૯૮૦૦નો જથ્થા સાથે ૩ ઈસમ ની ધર પકડ કરી છે આમ બે જુદી જુદી જગ્યાઓ એ થી ડભોઇ પોલીસ દ્વારા કુલ મુદામાલ રૂ.૨૯૩૪૨૫નો મુદામાલ કબજે કરી ૫ ઇસમો ની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસે બંને ના નામ ઠામ પૂછતા પ્રકાશભાઈ રામજીભાઈ રાઠવા રહે ઘોદીયાળા, પટેલફાડીયા, જેતપુર પાવી.જી.છોટાઉદેપુર, તેમજ પાછળ બેસેલ બીજો ઈસમ રાહુલભાઈ શંકરભાઈ રાઠવા રહે સાઢલી, તા.જેતપૂરપાવી,જી છોટાઉદેપૂરનાઓની ધરપકડ કરી હતી.