મુંબઈ

દેશમાં કોરોનાનો બીજો તરંગ ઘટતી જોવા મળી રહી છે. એ જ કાણે છે ઘણા રાજ્યોએ લોકડાઉન હળવા કરવાનો ર્નિણય લીધો છે. પરંતુ હજી પણ સંપૂર્ણ રીતે અનલૉક સ્થિતિ નથી. બીજી તરફ વેક્સીનેશનમાં તેજી લાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ વેક્સીનની અછતને કારણે ઘણા કેન્દ્રો બંધ છે. હવે વેક્સીનનું વધુમાં વધુ ઉત્પાદન કરવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન મુંબઇ સ્થિત હેફકીન બાયો ફર્માને કોવેક્સિનના ઉત્પાદન માટે ૧૫૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. હેફકીન મહારાષ્ટ્ર સરકારનું એક ઉપક્રમ છે અને ભારત બાયોટેક સાથે ટેકનોલોજી ટ્રાન્સફર વ્યવસ્થા હેઠળ કોવેક્સિન વેક્સીનનું ઉત્પાદન કરી રહ્યું છે. મુંબઈની હાફકીન બાયો ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડને કોરોના પર કોવેક્સીન રસીના એક વર્ષમાં ૨૨.૮ કરોડ ડોઝ તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોડક્શન મુંબઈના પરેલ કૉમ્પ્લેક્સ સ્થિત કંપનીમાં થવાનું છે. આ માટે કંપનીમાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર કોવેક્સિનના ઉત્પાદનના માટે હેફકીન બાયોફર્માને કેન્દ્ર સરકાર તરફથી ૬૫ કરોડ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકાર ૯૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. હફકીન બાયોફર્માના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.સંદીપ રાઠોડે કહ્યું છે કે તેઓને ૮ મહિનાની ટાઇમલાઇનની અંદર આ ટાસ્ક પૂર્ણ કરવાની જવાબદારી મળી છે. કંપની દ્વારા વેક્સીનનું ઉત્પાદનનું કામ શરૂ કરી રહી છે.

નોંધપાત્ર છે કે હફકિન બાયો ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ એ ૧૨૨ વર્ષ જુની હફકીન ઇંસ્ટિટ્યૂટના એક શાખા છે, જે દેશના સૌથી પ્રાચીન બાયો મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાંથી એક છે. તેનું નામ રશિયન બેક્ટેરિયોલોજિસ્ટ ડો.વાલ્ડડેમર હફકિનના નામ પર રાખ્યું છે જેમણે પ્લેગ વેક્સીનની શોધ કરી હતી.