વડગામ,તા.૩૧ 

વડગામ તાલુકા ધોતા (લક્ષ્મીપુરા )ગામના વતની અને મડાણા ખાતે એસઆરપીમાં ફરજ બજાવતા હિંમતસિંહ રાજપૂતે સમગ્ર બનાસકાંઠામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરતા રાજ્યના ડીજીપી દ્વારા ડીજીપી મેડલ અને પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.કોરોના વાયરસની મહામારીમાં તેમજ મહત્વના આંદોલનો કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્ર અને એસઆરપી હંમેશા ખડેપગે રહે છે અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એક નવો ડીજીપી મેડલ તથા પ્રશંસાપત્ર આપવાની પહેલ કરવામાં આવી છે. જેમાં એસઆરપી , પોલીસ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ વર્ગના પોલીસ અધિકારીઓને આ ખાસ ડીજીપી ચંદ્રક અને મેડલ, પ્રશંસાપત્ર આવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય અનામત દળ જૂથ ૩ મડાંણા (ડા)ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા વડગામ તાલુકાના ધોતા (લક્ષ્મીપુરા )ગામના રહેવાસી હિંમતસિંહ પ્રતાપસિંહ રાજપૂતને રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા હિંમતસિંહને પોલીસ સેવામાં શ્રેષ્ઠ યોગદાન અને સારી કામગીરી બદલ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ડીજીપી મેડલ તથા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.જે બનાસવાસીઓ,વડગામ તાલુકો અને ધોતા ગામ માટે ખૂબ ગૌરવની બાબત છે. બનાસકાંઠાનું નામ રોશન કરતા હિંમતસિંહ રાજપૂતે તાલુકાનું ગામ ગુંજતું કર્યું છે.