પાદરા

પાદરાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ની ગ્રામ પંચાયતો મા સર પ્રાઈઝ વિઝીટ થી ખળભળાટ મચી ગયો હતો.તલાટી કમ મંત્રીઓ ની તાલુકા વિકાસ અધિકારી સાથે દર ગુરૂવારે સાપ્તાહિક મિટિંગ નું આયોજન થતું હોય છે , જેમાં ગત સપ્તાહ ની મિટિંગ મા ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સરપ્રાઈઝ વિઝીટ કરી પ્રગતિ તથા પૂર્ણ થયેલ કામોની સમીક્ષા કરવામાં આવશે , જે અંતર્ગત આજરોજ પાદરા તાલુકા પંચાયત ના ઇન્ચાર્જ ટીડીઓ કૌશિક શાહ દ્વારા પાદરા તાલુકા ના ગામોની સરપ્રાઈઝ વિઝીટ થી ખળભળાટ મચી ગયો હતો, જેમાં પાદરા ના લતીપુરા, સેજાકુવા અને સાધી ના ગામો ની ઓચિંતી મુલાકાત લીધી હતી.

સૌપ્રથમ લતીપુરા ગામ ની વિઝીટ દરમિયાન ગ્રામ પંચાયત ઓફિસ બંધ મળી હતી અને સરપંચ ને પૂછતાં જણાવ્યું હતું કે તલાટી જરૂરી કામ થી આજે નથી આવ્યા, બાદ ના સેજાકુવા ગામ ની મુલાકાત મા ગામ માં થતા વિકાસ ના કામો મા પ્રગતિ મા હોય તેમજ પૂર્ણ થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી જયારે સેજાકુવા ગામ ના તલાટી પણ હાજર ન હતા, સાધી ગામ ની ઓચિંતી મુલાકાત મા પણ તલાટી ગેરહાજર હતા જ્યાં ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા ત્રણેય ગામ ના તલાટીઓ ને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો સરપ્રાઈઝ વિઝીટ થી ગુલ્લેબાજ તલાટીઓ માં ફફડાટ મચી ગયો હતો.ઇન્ચાર્જ ટીડીઓ કૌશિક શાહે કહ્યું કે અગાઉ ની ગુરુવાર ની સાપ્તાહિક મિટિંગ મા સરપ્રાઈઝ વિઝીટ ની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ તલાટી ઓ પોતાના અહમ મા રહ્યા હતા જે આજની મુલાકાતમાં નજરે પડ્યું હતું.