અમદાવાદ-

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમિટીની આજે મળેલી આખરી બેઠકે શહેરના બાંધકામ વ્યવસાયમાં રોજગારી મેળવતા બાંધકામ શ્રમિકોને મફત બસપાસ આપવાનો ર્નિણય કર્યો હતો. પરિમાણે બાંધકામ શ્રમિકો મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની કોઈ પણ બસમાં ફ્રી પાસથી વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે. કમિટીના ચેરમેન અતુલ ભાવસારે એમ જણાવ્યુ છે, અગાઉ ૨૦ ટકા બાંધકામ શ્રમિકના અને ૮૦ ટકા મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના એવી એક યોજના હતી પરંતુ ૨૦ ટકા રકમ ભરવાને કારણે શ્રમિકો આ પાસ મેળવવા આવતા ન હતા.

જેથી શ્રમિકોના ૨૦ ટકા રકમ હવે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ભોગવશે એટલે કે, ૧૦૦ એ ૧૦૦ ટકા રકમ ભોગવશે. જેથી એ બસ પા સંપૂર્ણ ફ્રી પાસ બની રહેશે. આ ફ્રી પાસ મેળવવા માટે બાંધકામ શ્રમિકો કે જેઓ પાસે નોંધાયેલા બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ ( લાલ બુક) હોય તેમણે ઝેરોક્સ નકલ સાથે સારંગપુર બસ ટર્મિનલ અને વાડજ ટર્મિનલ ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે. જેનો સમય સોમવાર તા. ૧૪મીથી સવારના ૯થી બપોરના ૩ વાગ્યા સુધીનો છે.