સિંગવડ ઃ સિંગવડ તાલુકા માં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્ય મકાનો માં કાર્યરત હતા સિંગવડ તાલુકાના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ,દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ,લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ,સીગવડ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ વહુનિયા સહિત તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ૧૧૧૭૮ જેટલી વસ્તીને આવરી લેતું અને નવ જેટલા ગામોને આવરી લેવામાં આવશે અને તમામ ગ્રામોને પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં દર ગુરુવારે તથા આરોગ્ય મેળામાં વિવિધ ક્ષેત્રના તબીબો સેવાઓ આપશે જ્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે સિંગવડ તાલુકામાં આજે લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે પહાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું નિર્મિત ભવન માટે ૧૦૪.૯૮ લાખના ખર્ચે નવીન ભવન બનશે જેમાં પહાડ વિસ્તારના ૯ ગામોના ૧૩૨૨૨ જેટલા વસ્તીને આવરી લેવામાં આવશે જ્યારે સરજુમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન ભવન માટે ૧૦૫.૮૬ લાખ ના ખર્ચે નવીન ભવન બનશે જેમાં સરજુમી વિસ્તારના ૧૭૧૬૬ જેટલા ગ્રામજનોને આવરી લેવામાં આવશે.