અમદાવાદ

સાબરમતી રિવર ફ્રન્ટ પાસે આઈશા પોતાનો વિડિઓ બનાવીને આત્મા હત્યા કરે છે. ત્યારબાદ સમગ્ર કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં પોલીસ આરીફને રાજસ્થાનથી પકડી લાવી ત્યારબાદ હવે આઈશાના વકીલે આયશનો લખેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો છે. જેના કેટલાક અંશોમાં આઈશા આરીફને આઇ લવ યુ હું તારી જ છું, તે મને ચાર દિવસ ભૂખી રાખી તેનો ઉલ્લેખ છે. હવે આ પત્ર પોલીસ તપાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે પોલીસ અવઢવમાં છે.

આઈશા આત્માહત્યા મામલે આઈશાના પરિવાર અને વકીલ તરફથી અલગ અલગ ખુલાસા કરવામાં આવે છે. ત્યારે આઈશાએ લખેલો એક પત્ર આઈશાના વકીલે રજૂ કર્યો છે. આ પત્રમાં અનેક બાબતોનો સ્પષ્ટતા આઈશા તરફથી કરવામાં આવી છે. પત્રની શરૂઆત જ માય લવ આરુ(આરિફ)થી કરવામાં આવી છે. પત્રમાં આઈશાએ લખ્યું છે કે, ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન હતું આવ્યું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું.

પત્રમાં વધુમાં આઈશા એ લખ્યું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે. પોલીસે 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરિફને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડ ના માંગતા, કોર્ટે આરીફને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રિવર ફ્રન્ટ પોલીસે મોબાઈલ ફોન કબ્જે કર્યો છે તે અંગે આઈશાના વકીલે આપેલ પત્ર ના આધારે હવે પોલીસ આગળની તપાસ કરશે.