વડોદરા : વિવાદાસ્પદ બિલ્ડર આશિષ શાહને ઓડનગરમાં પૂરેપૂરી એફએસઆઈ આપી તો પછી ફરીથી પ્રીમિયમમાં ઘટાડો કરવાની દરખાસ્ત સભામાં કેમ મૂકવામાં આવી તેવા સવાલો સાથે વિપક્ષના નેતાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે અને આ સંદર્ભે ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને રજૂઆત કરીને અગોરા મોલના બિલ્ડરને ફાયદો કરવાના કારસાની સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસની માગ કરાશે તેમ કહ્યું હતું.

વિપક્ષના નેતાએ મ્યુનિ. કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તમામ પુરાવાઓ સુપરત કર્યા છે, છતાં પાલિકાને આર્થિક રીતે નુકસાન કરતા આ ભ્રષ્ટ કામો સામે પગલાં ન લેવાય, તો ઓડનગર અને ઓગરામાં જાણીબુઝીને કાર્યવાહી ના કરાય તો આ કરોડોના ભ્રષ્ટાચાર સામે જવાબદાર કોણ? તેમણે કહ્યું હતું કે, પ્રજા સમક્ષ આ વાત મૂકી બે દિવસમાં પુરાવાઓનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને આ ભ્રષ્ટાચાર કરવા, છાવરવા સામે મુખ્યમંત્રી, વિજિલન્સ અને લેન્ડગ્રેબિંગ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગત બોર્ડમાં ઓડનગરના પ્રીમિયમની ઓછી કરવાની સ્ટેન્ડિંગની દરખાસ્તના મંજૂર કરેલ તેને ફરીથી સભામાં અગોરા બિલ્ડરને લ્હાણી કરવા મૂકી? ઓડનગરના પ્રીમિયમની ઓછી કરવાની સ્ટેન્ડિંગની દરખાસ્તના મંજૂર કરેલ તેને ફરીથી સભામાં અગોરા બિલ્ડરને લ્હાણી કરવા મૂકવામાં આવી છે તેવા સવાલો સાથે અમી રાવતે કહ્યું હતું કે, ગત બોર્ડમાં દંડ સહિત પ્રીમિયમ લેવાની દરખાસ્ત અને ટીડીઆર આપવાનો નહીં તે મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ બિલ્ડરને પ્રીમિયમમાં રાહતની દરખાસ્ત રજૂ કરવામાં આવી. તેમણે એમ પણ કહ્યું હતું કે, દબાણવાળી જમીન, કોમન પ્લોટ, માર્જિન રોડ વગેરેમાં વાપરી લીધી છે.

 હવે એની દબાણવાળી જમીનની ટીડીઆર આપવાની? સાથે પૂર્વ કમિશનર અજય ભાદૂને લેખિતમાં અગોરા માનવ ઈન્ફ્રા. પ્રા. લિ. બિલ્ડર દ્વારા પણ આપેલ કે હું પૂરેપૂરી એફએસઆઈ મળે છે. હવે કશું લેવાનું રહેતું નથી. તો પછી ફરીથી પ્રીમિયમમાં લ્હાણી કેમ? તો પ્રીમિયમ પૂરું લો? તેવી માગ કરવામાં આવી છે.

વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, ઓડનગરનો પ્રોજેકટ પ્રથમ એન.એ. કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યો હતો. પરંતુ તે પૈસા લઈને નાસી ગયા, ત્યાર પછી આ પ્રોજેકટ અગોરાને આપવામાં આવ્યો, જેમાં કોર્પોરેશને બિલ્ડરને રૂા.પ કરોડનો ખર્ચ કરીને કાંસ ઉપર રોડ બનાવીને પીપીપીથી બિલ્ડરને આ જમીન આપી. જેમાં ૪૬૩૯.૯૭ ચો.મી. જમીનમાં દબાણ હોવા છતાં ટેન્ડર બહાર પાડયું જેનું દબાણ છે તેની પણ એફએસઆઈમાં ગણતરી કરીને ત્રણ પ્રમાણે બિલ્ડરને આપી, જ્યારે કુલ જમીન ૧૨૮૪૯ ચો.મી. જમીનમાંથી માત્ર ૧૧.૨૫ ટકા જમીનમાં ગરીબ આવાસ યોજના બની તેમ પણ તેમણે કહ્યું હતું. હવે પાર્સલ-બીની બિલ્ડરને આપેલી જમીન (ગરીબ આવાસ યોજનાની) ૧૧૪૦૨.૮ જેનું પ્રીમિયમ ૧૨ કરોડ ગણાય. જેથી ૧૦૫૨૩.૭૩ રૂપિયાર સ્કેવર મીટરે પ્રીમિયમ ટેન્ડર પ્રમાણે ફાઈનલ થયું. પાર્સલ-બીમાં ૧૯૬૬.૪૪ ચો.મી.નું દબાણ છે. આ દબાણવાળી જગ્યાને ગણીને એને પ્રીમિયમમાં રાહત આપે તો તેને તેટલી જમીનની એફએસઆઈ પણ ન મળે. પરંતુ પાલિકાતંત્ર દ્વારા બિલ્ડરને મદદ કરવા ટીડી ટ્રાન્સફરેબલ ટીડીઆરની દરખાસ્ત લાવ્યા, એટલે ૫૮૯૯.૩૨ ચો.મી.ની એફએસઆઈ અન્ય જગ્યાએ વાપરવા માટે દરખાસ્ત લ્હાણી કરી, જેની કિંમત કરોડો રૂપિયા થાય. દબાણવાળી જમીનમાં પાર્કિંગ, માર્જિન, કોમન પ્લોટ, રોડ વગેરે અન્ય ફેસિલિટી બતાવીને ઉપયોગ કર્યો, તો પછી એને લાભ કેવી રીતે આપી શકાય. દબાણવાળી ૨૬૩૬ ચો.મી. જમીનમાંથી કોર્ટ કેસ ફક્ત ૧૪૨૫.૮૦ જમીનમાં જ છે. બાકીની ૧૨૧૪.૧૭ ચો.મી.ની જમીનમાં તો દબાણ છે, જેને કોર્પો.ને હટાવવાના જેનો સ્ફોટક પત્ર કોર્પો.ના બે ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરેલ છે, આ પાછળ કરોડોની કટકી કોની તેવો સવાલ પણ કર્યો હતો.

મેયર અસમંજસની સ્થિતિમાં ઃ આત્માનું સાંભળવું કે સંગઠનનું?

ઓડનગરના પ્રોજેકટમાં પ્રીમિયમ ઘટાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં ગત ડિસેમ્બર મહિનામાં રજૂ થઈ હતી, તેને ગત બોર્ડમાં મંજૂર કરવામાં આવી હતી. ત્યારે સભામાં ફરીથી મૂકવામાં આવી છે. આ દરખાસ્ત પ્રદેશ ભાજપા સંગઠનના એક ઉચ્ચ નેતાના આદેશથી મૂકવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારે મેયર અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે કે આત્માનું સાંભળવું કે સંગઠનનું? તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે.

પેનલ્ટી માફ કરાવવા પ્રદેશ સંગઠનના નેતાનું દબાણ?

ઓડનગરના પ્રીમિયમની ઓછી કરવાની સ્ટેન્ડિંગ કમિટીની નામંજૂર કરેલ દરખાસ્ત અને ફરીથી બિલ્ડરને લ્હાણી કરવા મૂકવામાં આવી છે? તેવો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે. ત્યારે ભાજપા વર્તુળોમાં જ અગોરા બિલ્ડરના પાંચ કરોડની પેનલ્ટી માફ કરાવવા માટે ભાજપા પ્રદેશ સંગઠનના કયા ઉચ્ચ નેતાનું દબાણ છે? તેવી ચર્ચા શરૂ થઈ છે.