અમદાવાદ-

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજવામાં આવી હતી. મંદિર પરિસરથી આજે સવારે 7.30 વાગ્યાથી 5 કળશ, 5 ધ્વજા અને એક ગજરાજ સાથે આજે જલયાત્રા યોજવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસ જી , ટ્રસ્ટી મહેન્દ્ર જા, ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા , નાયબ પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. સાબરમતી ભૂદારના આરે થી જળ ભરીને ભગવાન જગન્નાથ નો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાનની આરતી બાદ અને પુજા વિધિ બાદ ભગવાનના ગજવેશ ધારણ કરાવામાં આવ્યા હતા. આખા વર્ષ દરમિયાન ભગવાનને એક વખત ભગવાનને ગજરાજ એટ્લે કે ગણપતિ વેશ ધારણ કરવામાં આવે છે.

ભગવાનના ઉથાપન બાદ આજે ભગવાન પોતાના મોસાળ ગયા હોવાનો ભાવ કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાન 15 દિવસ પોતાના અંતરપટમાં રહેશે. જલયાત્રા બાદ ભગવાનની રથયાત્રાની તૈયારીઑ તેજ કરી દેવમાં આવે છે. જલયાત્રા બાદ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ભાઈ જા એ જણાવ્યુ હતું કે આજે સાદાઈથી અને કોરોના ગાઈડલાઇન પ્રમાણે નિકાળવામાં આવી હતી. રથયાત્રાને લઈને મહેન્દ્ર ભાઈ એ જણાવ્યુ હતું કે રથયાત્રા નિકાળવા માટે હમેશા મંદિર તૈયાર જ છે. બસ સરકાર પરમીશન આપે તેની જ રાહ જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત જમાલપુર મંદિરમાં વેક્સિનકેમ્પ નું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ટેલિ મીડિસિન સેન્ટરનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ જલયાત્રામાં ઉપસ્થિત રહ્યા બાદ નાયબ પ્રધાન નિતિન પટેલ એ જણાવ્યુ હતું કે જગન્નાથ મંદિર અનેક પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં આર્યુવેદિક પદ્ધતિથી કોરોના સારવાર કરવામાં આવશે. રથયાત્રા ને લઈને નિતિન પટેલ એ કહ્યું હતું કે સરકાર રથયાત્રા નિકાળવા માટે તૈયાર છે .મંદિર અને સરકાર બંને ના સહયોગથી આગામી સમયમાં કોરોના સમય જોઈ ને નિર્ણય કરવામાં આવશે.