છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લો રાજ્યનો સરહદી અને આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જિલ્લામાં અવાર નવાર જંગલ વિસ્તારમાંથી પ્રતિબંધિત સાગ અને ખેરના લાકડાની તસ્કરી ના મામલા સામે આવતા હોય છે, ત્યારે અઢી માસમાં રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડાનું કટીંગ કરી તેની તસ્કરી કરવાનો ત્રીજાે મામલો સામે આવ્યો છે, છોટાઉદેપુર વન વિભાગના ડોલરીયા રેન્જના રીંછવેલ ગામમાં ખેરના લાકડાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહયા અંગેની બાતમી મળતાં નાયબ વન સંરક્ષક એચ એસ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ડો ધવલ ગઢવી વન વિભાગની ટીમ સાથે રીંછવેલ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે કટીંગ કરાયેલ ખેરના લાકડા ભરેલ બે ક્વોલિસ જીપ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો,વન વિભાગે ગણતરી કરતા ખેરના ૨૨ નંગ લાકડા ૧.૩૦૦ ઘન મીટર જથ્થો જેની કિંમત આશરે ૩૦,૦૦૦ અને બે ક્વોલિસ જીપ જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આ ખેરના લાકડાનો જથ્થો કોણે અને ક્યાંથી કટીંગ કરવામાં આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે,ખેરના લાકડાનો પાન મસાલા માં ઉપયોગમાં લેવાતો કાથો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે