મહુધા, તા.૧૨ 

મહુધા પોલીસ સ્ટેશનના ઇ.પો. ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ શબ્બીર ખાન, ભૂપેન્દ્રસિંહ, કિરીટભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પોકો શબ્બીર ખાનને બાતમી મળી હતી કે, કડી તાબેના ખોડિયાર પુરાનો જાયાભાઈ પરમાર પોતાના ખેતરના છાપરીમાં વિદેશી દારૂ સંતાડી ચોરીછૂપીથી વેચાણ કરવાની ફિરાકમાં છે. આ બાતમી આધારે મહુધા પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં બાજરીના પૂડા નીચે સંતાડેલો વિદેશી દારૂનોનો જથ્થો મળી આવતાં પોલીસે તપાસ અર્થે ૧૬૦ પ્લાસ્ટિકના ક્વાટર સહિત રૂ.૧૬૦૦૦ના મુદ્દામાલ સાથે જાયાભાઈને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતાં ખલાડીના બે શખ્સો દારૂ વેચવા આપી ગયાની કબૂલાત કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ખલાડીના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.