ભરૂચ : ભરૂચમાં ભંગાર ચોરીના બનાવો વધતા જતા હોવાથાી સક્રિય બનેલી પોલીસેકસક ગરનાળા વિસ્તારમાંથી એક ભંગાર ચોર ઝડપી પાડ્યો હતો.જ્યારે બે આરોપી વોન્ટેડ જાહેર કરીને રુ ૮૪૦૦૦નો મુદામાલ કબજે લેવાયો હતો. બે દિવસ પહેલા રાત્રિનાં સમયે કસક ગરનાળા ઉપર બની રહેલા નવા બ્રિજ ઉપરથી કેટલાક ઇસમોએ ભંગારની ચોરી કરી હતી. તે અંગે ભરૂચ પોલીસ તંત્રનાં સી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ભંગાર કસક નવજીવન સ્કૂલ પાછળ સરદારનગરી ઝુંપડપટ્ટી પાસે થ્રી વ્હીલ સાયકલમાં રાખી મુકેલ છે. જેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ સી ડીવીઝન પોલીસે ચેકિંગ કરતાં સ્થળ ઉપરથી ચોરીના બનાવમાં ગયેલ ભંગારનો સામાન વજન આશરે ૩૯૦ કિલો જેટલો સામાન મળેલ છે જેની કિંમત આશરે રૂ.૮૪૦૦ જેટલી થાય છે. આ અંગે સ્થળ ઉપરથી રાજુભાઇ કાંતિભાઈ વસાવાની અટક કરવામાં આવી છે. તેમજ વોન્ટેડ આરોપીમાં મનોજ ગંભીરભાઇ વસાવા અને સુનિલ ઉદેસિંગ વસાવા રહે. નવજીવન સ્કૂલ પાછળ ઝુંપડપટ્ટી કસક, ભરૂચનો સમાવેશ થાય છે.