રાજપીપળા

હાલ વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ભારતમાં સંભવિત કોવિડ-૧૯ વેક્સીન અંતર્ગત હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૫૦ વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટીવાળા લોકોને કોવિડ-૧૯ ની રસી આપવા માટેનો ડેટા બેઝ તૈયાર કરવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના મેડીકલ ઓફિસર,ઝ્રૐર્ં,સ્ઁૐઉ,હ્લૐઉ,છજીૐછ,આશા ફેસીલીટર અને સુપરવાઇઝર સહિત કુલ ૧૩૩૪ સ્ટાફ દ્વારા ૫૦ વર્ષથી ઉપરના અને ૫૦ વર્ષથી નીચેના લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઉક્ત તૈયારીના ભાગરૂપે કુલ કોલ્ડચૈન પોઇન્ટ-૩૧, કુલ આઇ.એલ.આર.-૩૬, ડિપ ફ્રીઝ-૩૬, કોલ્ડ બોક્સ-૮૧, વેક્સીન કેરીયર-૧૧૭૦, સેશન સાઇડ-૫૩૬, અને કુલ વેક્સીનેટર-૨૪૬ ઉપલબ્ધ છે.