રાજપીપળા -

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની વિવિધ ૨૩ નગરપાલિકામાં ૧૦૫ કરોડના વિકાસના કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું.એ વિકાસના કામમાં રાજપીપળા નગરપાલિકાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં રોડ રસ્તા પર પેવર બ્લોકના કામની સરકારે મંજૂરી આપી છે, તો એ વિસ્તારના લોકોએ પેવર બ્લોકની કામગીરીનો વિરોધ નોંધાવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે.

જો પેવર બ્લોક નખાશે રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે. રાજેન્દ્ર નગર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકા દ્વારા ૨.૦૮ કરોડનું ઓન લાઈન ટેન્ડર બહાર પડાયુ હતું.સુરતની એક એજન્સી નીચા ભાવે પેવર બ્લોકના કામ કરશે તો કામગીરીમાં હલકી ગુણવત્તા જળવાશે, ભવિષ્યમાં અકસ્માતના બનાવો બનશે, પાણીની પાઈપ લાઈન લીકેજ થાય અથવા લગ્ન પ્રસંગ સમયે મંડપ બાંધવા બ્લોક તોડવા જ પડે ત્યારે ફરી વાર યોગ્ય રીતે ફિટિંગ થાય જ નહીં.પેવર બ્લોકની જગ્યાએ આરસીસી રોડ બને તો ટેન્ડરના અડધા ભાવમાં એ કામગીરી થશે, જેથી સરકારની તિજોરી પર ભાર પણ વધુ પડશે નહિ.સરકાર કોન્ક્રીટ રોડને મજબૂતી માટે પ્રથમ ક્રમે ગણે છે.જેથી આરસીસી રસ્તો બને એવી માંગણી છે.રાજપીપળા પાલિકા દ્વારા મંજુર કરાયેલ ટેન્ડરમાં પેવર બ્લોક ૈંડ્ઢ-૧૫૬૫૮-૨૦૦૬ મુજબ ૮૦ સ્સ્ ના પેવર બ્લોક સ્-૪૦૦ ગ્રેડના જોઈએ તેની જગ્યાએ બ્લોક સ્-૨૫૦ ગ્રેડના છે, અને પેવર બ્લોક કામની મિક્ષડિઝાઇન પણ આવી નથી.ટેન્ડરિંગમાં ડિસમેલટિંગ છે પણ ખોદાણનો કોઈ ઉલ્લેખ કરાયો નથી અને લેવલિંગ કરી કામ થશે એનો પણ ઉલ્લેખ કરાયો નથી.