ન્યુ દિલ્હી,તા.૫

ભારતમાં કોરોનાના કેસો જાણે કે રોજેરોજ નવા નવા વિક્રમો સ્થાપવા માંગતા હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં અત્યારસુધીમાં સૌથી વધારે ૯,૮૫૧ કેસો બહાર આવ્યાં છે. ઉપરાંત છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨૭૪ દર્દીઓના મોત થયા છે. છેલ્લાં એક સપ્તાહથી કોરોના કેસો રોજ ૮ હજાર કરતાં વધારે બહાર આવી રહ્યાં છે અને ૯,૮૫૧ કેસો તો સૌથી વધારે તરીકે પ્રસ્થાપિત થયા છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં ૬,૩૪૮ લોકોના મોત થયા છે, જે પૈકી ટોચના પાંચ રાજ્યો - મહારાષ્ટÙમાં ૨,૭૧૦, ગુજરાતમાં ૧,૧૫૫, દિલ્હીમાં ૬૫૦, મધ્ય પ્રદેશમાં ૩૭૭ અને પશ્ચિમ બંગાળમાં ૩૫૫નો સમાવેશ થાય છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે. દેશમાં ત્રણ દિવસથી સતત ટેÂસ્ટંગ વધ્યું, છે. ગઈકાલે સૌથી વધારે ૧ લાખ ૩૯ હજાર ૪૮૫ ટેસ્ટ કરાયા હતા. 

લોકડાઉન ૪ બાદ હવે અનલોક ૧ ઘાતક સાબિત થઇ રÌšં હોય તેમ અનલોક-૧ના પહેલાં જ દિવસથી કેસોમાં વધારો થઇ રહ્યો છે. ૮ જૂનથી મંદિરો-જીમ-મોલ વગેરે ખુલશે ત્યારે કેસો વધવાની શક્્યતા જાવામાં આવી રહી છે. ભારતે કોરોનાની સાથે જ જીવવુ પડશે એમ સરકારે કÌšં છે ત્યારે કોરોના વાઇરસ વધુને વધુ લોકોમાં સંક્રમિત થઇ રહ્યો હોવાનું મનાઇ રÌšં છે.

દેશમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૨,૨૬,૭૭૦ને પાર કરી ગયો છે. આ ઉપરાંત કુલ મૃતકો સંખ્યા ૬,૩૪૮ રહી હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાંથી અત્યાર સુધીમાં ૧,૦૯,૪૬૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થયા છે જેને પગલે કુલ એÂક્ટવ કેસ ૧,૧૦,૯૬૦ છે. આ પ્રમાણે કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે. નિષ્ણાતોના મતે કોરોના આ જ ઝડપથી વધતો રહેશે તો બે દિવસમાં ભારત કોરોનાના કેસોની બાબતે ઈટાલી કરતા આગળ નિકળી શકે છે. ભારતમાં અત્યાર સુધીમાં ઈટાલીની તુલનાએ પાંચ ગણા ઓછા મૃત્યુ થયા છે.

વિશ્વમાં હવે રોજ ૧ લાખ નવા કેસ નોંધાય છે

વોશિંગ્ટન ઃ એક વિદેશી અખબારના ડેટાબેઝ મુજબ બે સપ્તાહમાં ઘણા દેશોમાં બે વખત નવા કેસોની સંખ્યા વધી છે અને ઘટાડો પણ થયો છે. જા કે હવે કોરોના વાઇરસના કેસોની સંખ્યા અવિરત વધી રહી છે.ગઇકાલે એટલે કે તા ૪ જૂને વિશ્વભરમાં કોરોના વાઇરસના સર્વાધિક ૧,૨૯,૯૯૮ કેસો નોંધાયા હતા. તારીખ ૨૭મેથી વિશ્વમાં કોરોના વાઇરસના દરરોજ એક લાખથી વધુ કેસો બહાર આવવા લાગ્યા છે. જેમ કે ૨૭ મેના રોજ ૧,૦૬,૪૭૫ કેસ, તા.૨૮મીએ ૧,૧૬,૩૦૪, તા. ૨૮મીએ ૧,૨૫,૫૧૧ કેસ, તા.૩૦મીએ ૧,૨૪,૧૦૨, તા.૩૧મીએ ૧,૦૮,૭૬૮, તા.૧લી જૂને ૧,૦૯,૯૪૬ કેસો, તા.૨જીએ ૧,૧૫,૨૧૫ અને તારીખ ૩જી જૂને ૧,૨૧,૪૧૪ કેસ નોંધાયા હતા. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને પૂર્વ-મધ્યના હોટસ્પોટ વિસ્તારોમાંથી નવા કેસોમાં વધારો જાવા મળ્યો છે.