છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા માં પણ ઠંડી નું જાેર વધતા રહીશો રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે તાપણી નો સહારો લેવાનો વાળો આવ્યો છે તો રાત્ર પડતા જ યુવાનો બાળકો અને મહિલાઓ તાપણા આગળ ગોઠવાઈ જાય છે.છોટાઉદેપુર તાલુકા માં ઠંડી નું મોજુ ફરી વળતા રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે નગર અને ગામ્ય વિસ્તારના રહીશો તાપણાના સહારે ઠંડી ભગાડતા જાેવા મળ્યા હતા. બજાર માં તેમજ પુરોહિત ફળીયા લાઈબ્રેરી રોડ કસ્બા વિસ્તાર રેલ્વે સ્ટેશન વિસ્તાર તેમજ નગરમાં વિવિધ સોસાયટી રહીશો યુવાનો બાળકો અને મહિલાઓ દ્વારા તાપણા કરી ને તાપણા નો સહારો લઈ રહ્યા છે અને રાત્ર પડતા જ ઠંડી ચાલુ થતા તાપણા કરી ને તાપણી ની આજુબાજુ માં ગોઠવાઇ જાય છે ત્યારે હાલતો કડકડતી ઠંડીએ તેનો પ્રકોપ બતાવતા આમ પ્રજાજનો સહિત પશુ પંખીઓ ની હાલત પણ ઠંડી ને લઈને કફોડી બની છે.