ગાંધીનગર, ગાંધીનગર શહેરમાં વકરતા જતાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આ અંગે રાજય સરકાર દ્વારા અપાયેલ આંશિક લોકડાઉનમાં આજે સ્વયં રીતે ગાંધીનગર શહેરના ન વેપારીઓ અને નાગરિકો જાેડાયા હતા.રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે સોશ્યિલ મીડિયાના માધ્યમથી લોકોને કોરોનાને નાથવા સૌ નાગરિકોને ઘરની બહાર બિન જરૂરી ન નીકળવા અને રાજય સરકારે આપેલ આંશિક લોકડાઉનને સમર્થન આપવા માટે અપીલ કરી હતી.જે અંગે આજે ગાંધીનગર શહેરમાં સવારથી જ ઠેર ઠેર આવેલી ચાની કિટલીઓ બંધ જાેવા મળતી હતી.આ ઉપરાંત રાબેતા મુજબ સવારના નવ થી દસ કલાક બાદ ચાલુ થતી દુકાનો જેવી કે, હેર કટિંગ, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ, મોલ, શોપિંગ કોમ્પલેક્સ બંઘ હતા.