ભરૂચ

સરકારી કામ સામાન્ય હોય કે અતિમહત્વનું હોય. કામ કઢાવવા સરકારી કચેરીઓમાં લોકો ચપ્પલ ઘસી નાંખતા હોવાની બાબત સામાન્ય છે. કોઈપણ સરકાર હોય, ગમે તેટલો વિકાસ થયો હોવાનો દાવો કરાતો હોય, કાગળ પર કામ થતું હોય તે કોમ્પ્યુટર-પ્રિન્ટરનો જંગ ઓફિસોમાં ખડકાઈ ગયો હોય, ટેકનોલોજીના આ યુગમાં પણ લોકોને સરકારી કામો કરાવતા નવનેજા પાણી ઉતરી રહ્યા છે. હાલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પણ સરકારી દાખલાઓ માટે લોકોનો વિપુલ સમય, શક્તિ, સંસાધનો અને નાણાંનો ખર્ચ થતો જાેઇ શકાય છે.

જંબુસર તાલુકા પંચાયતમાં નોકરી, અભ્યાસ સહિતની વિવિધ કામગીરીઓ માટે અલગ-અલગ દાખલાઓની જરૂર માટે આવતા લોકોને સંયમની આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. જંબુસરના નવયુવાન હર્ષ જીતેન્દ્રભાઈ પંડ્યાને પોસ્ટ ઑફિસની ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા અંગે ઈઉજીના દાખલાની જરૂર પડતાં તેઓ તાલુકા પંચાયત જંબુસર શિક્ષણ ખાતામાં દાખલા માટે અરજી કરી હતી. પરંતુ શિક્ષણ શાખામાં સંકલનના અભાવે એક દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં ઈઉજીનો દાખલો મળતો નથી. જેથી અરજદારના પિતા પંડ્યા જીતેન્દ્રભાઈ તાલુકા પંચાયત ખાતે આવી દાખલાની માંગણી કરી હતી. પરંતુ તેમને પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમના પુત્રને હવે નોકરી મળશે કે કેમ તેની ચિંતા કરતાં વીલા મોઢે પાછા જવું પડ્યું હતું.