દિલ્હી-

પેટ્રોલ અને ડીઝલ ના વધતા-ઘટતા ભાવની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ઇંધણ મોંઘું થવાથી જીવન જરૂરિયાતની તમામ ચીજાેની કિંમતો વધી જાય છે. તેથી આપણી નજર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ટકેલી રહે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ બુધવાર ૧૮ ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, આજે ઇંધણની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગત એક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા. આજે ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને પેટ્રોલનો ભાવ સ્થિર છે. દેશના મુખ્ય શહેરોમાં ૨૦ પૈસા સુધી ડીઝલનો ભાવ ઘટ્યો છે. ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર ૧૭ જુલાઈએ પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો અને ભારે ભરખમ ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો રેકોર્ડ સ્તર પર છે. ભાવ વધારાના કારણે ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિભિન્ન શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની ઉપર વેચાઈ રહ્યું છે. આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.