દિલ્હી-

એટીએમથી જોડાયેલ છેતરપીંડીની વધતી ઘટનાઓને જોતા ભારતીય સ્ટેટ બેંકએ ગ્રાહકોની સુરક્ષાને લઇ એક નવી સુવિધા શરુ કરી છે. જો તમે એટીએમમાં જાવ છો અને તમારું બેલેન્સ અથવા મીની સ્ટેટમેન્ટ ચેક કરવા માંગો છો તો એસબીઆઈ તમને એસએમએસ મોકલી એલર્ટ કરશે. આ સુવિધાથી કોરોના વાયરસનાં કારણે વધી રહેલ એટીએમ છેતરપીંડીને રોકવામાં મદદ મળશે. બેંકએ પોતાના ગ્રાહકોને સતર્ક રહેવા કહ્યું છે.

બેંકે જણાવ્યું કે જો તમારા દ્વારા મીની સ્ટેટમેન્ટ અથવા બેલેન્સની જાણકારી નથી માંગવામાં આવી તો બેંક તમને એસએમએસથી એલર્ટ કરશે. એસબીઆઈએ એક ટવીટમાં કહ્યું કે હવે દરેક વાર જ્યારે અમને એટીએમથી બેલેન્સ પુછપરછ અથવા મીની સ્ટેટમેન્ટ માટેની અપીલ મળશે તો અમે અમારા ગ્રાહકોને એક એસએમએસ મોકલી સાવધાન કરશું જેથી તે પોતાના ડેબીટ કાર્ડને તુરંત બ્લોક કરી શકે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને સતર્ક રહેવા માટે કહ્યું અને જો આ કેસ સામે આવે છે જેમાં ગ્રાહકએ મીની સ્ટેટમેન્ટ નથી માંગ્યું તો તેની જાણકારી તુરંત બેંકને આપે. એસબીઆઈએ કહ્યું છેતરપીંડી કરનાર તમારા બેંક ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી શકે છે. 

આ પહેલા એસબીઆઈએ પોતાના ગ્રાહકોને તમામ એસબીઆઈ એટીએમમાં અનધિકૃત લેવડદેવડથી બચવા માટે કાર્ડલેશ કેશ ઉપાડની સુવિધા શરુ કરી હતી. આ નવી સુવિધા 2020ની શરુઆતથી સક્રિય છે અને એટીએમ કાર્ડધારક વન ટાઈમ પાસવર્ડની મદદથી નકદ ઉપાડી શકે છે. ગ્રાહકોએ કોઇપણ એટીએમ કમ ડેબીટ કાર્ડ છેતરપીંડીથી બચવા માટે પૂરેપૂરી ગોપનીયતાની સાથે એટીએમથી લેવડદેવડ કરવી જોઇએ જણાવ્યું હતું