વડોદરા, તા.૧૯ 

શહેરમાં છેલ્લા મહિનાથી મકાનો, દુકાનો અને ગોડાઉનમાં ચોરી કરી હાહાકાર મચાવતા તસ્કરોને ગત રાત્રે તરસાલી વિસ્તારના એક બંધ મકાનનું તાળું તોડ્યા બાદ ભારે જહેમત કરીને તિજાેરી અને તિજાેરીનું લોકર તોડવામાં સફળતા મળી હતી પરંતું લોકરમાંથી તસ્કરોને અથાણાની બોટલ અને વાયેગ્રાની ગોળિઓ મળતા તસ્કરો પણ લોકરમાં મુકેલી આવી કિંમતી ચીજાે જાેઈને અચંબામાં પડ્યા હતા અને ફેરો ખાટ્ટો થતા તેઓ ખાલી હાથ પાછા ફર્યા હતા.

હાલમાં કોરોનાના કારણે લદાયેલા રાત્રિ કરફ્યુમાં રસ્તા સુમસામ બનતા જ તસ્કરોને ચોરી કરવા માટે મોકળુ મેદાન મળી ગયુ છે અને છેલ્લા મહિનાથી તસ્કરોએ મકાનો, દુકાનો અને ગોડાઉનના તાળા તોડી લાખો રૂપિયાની માલમત્તાની ચોરીઓ કરી હોવાની વિવિધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પરંતું ગત રાત્રે તસ્કરોને પણ પાઠ મળે તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. મળતી વિગતો મુજબ તરસાલી વિસ્તારના અનુપમનગરમાં રહેતું દંપતી હાલ બહાર ગયુ છે. આ દંપતીના બંધ મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાને મારેલુ તાળું તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ લોખંડની તિજાેરીનું મુખ્ય દરવાજાે તોડ્યા બાદ ભારે જહેમત બાદ લોકર તોડ્યું હતું. જાેકે લોકર તોડતા જ તેમાં અથાણાની બોટલ અને વાયેગ્રાની ગોળીઓ મળતા તસ્કરો પણ વિચારમાં પડ્યા હતા અને મહેનત માથા પડતા તેઓ ચોરી કર્યા વિના જ રવાના થયા હતા. જાેકે આ બનાવની જાણ થતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને મકાનમાલિકને ફોન પર સંપર્ક કર્યો હતો જેમાં મકાનમાલિકને તેના તિજાેરીમાં લોકરમાં શું શું મુક્યુ છે તેની ખબર હોઈ તેણે પોલીસને જણાવ્યું હતું કે અમે લોકોએ સાવચેતીના ભાગ રૂપે તિજાેરી જ નહી મકાન પણ કોઈ કિંમતી ચીજ રાખી નથી અને કશું ગયુ નથી એટલ અમારે ફરિયાદ નથી કરવી. જાેકે તિજાેરીમાંથી અથાણાની બોટલ અને વાયેગ્રાની ગોળીની વાત વહેતી થતા આ ચોરીની ઘટનાએ ચર્ચા જગાડી હતી.