ગાંધીનગર-

સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તૌકતે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરી ચુક્યું છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુલાના દરિયાકાંઠે તૌકતે ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. તેને લઈ વડાપ્રધાન મોદી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય  રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાનએ ગુજરાતને આ તાઉતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી.