/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે દેવ દીવાળીએ વારાણસી જશે PM મોદી, 15 લાખ દીવાથી રોશન થશે ગંગા ઘાટ

દિલ્હી-

પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર અને ભોલેની નગરી વારાણસી આજે દીવાની રોશનીથી જગમગી ઉઠશે. સોમવારે વારાણસીની મુલાકાતે જઈ રહેલા પીએમ મોદી ગંગાના ઘાટો પર અલૌકિક દ્રશ્યના સાક્ષી બનશે. આ પહેલીવાર થશે જ્યારે વડા પ્રધાન કાશીની દેવ દીવાળીમાં સામેલ થશે. વારાણસીમાં દેવ દિવાળી નિમિત્તે ગંગાના 84 ઘાટ ઉપર લગભગ 15 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. કાશી બીચ લગભગ 15 લાખ દીવાથી જગમગી ઉઠશે. વિશેષ વાત એ છે કે, પ્રથમ દીવો ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રગટાવવામાં આવશે. 

વડા પ્રધાન મોદી દેવ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા છ લેન વાળા નેશનલ હાઇવે 19ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ રસ્તો વારાણસીને પ્રયાગરાજ સાથે જોડશે. આ રસ્તાના નિર્માણ પાછળ 2447 કરોડનો ખર્ચ થયો છે. આ રસ્તો ખુલ્યા પછી વારાણસી-પ્રયાગરાજનું અંતર કાપવામાં એક કલાકનો ઓછો સમય લાગશે. પીએમ મોદીની હાજરીમાં આ વખતે વારાણસીના ઘાટ પર લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે અયોધ્યાના લેસર શોથી વિશ્વને તેની દિવાળીની ભવ્યતાથી વાકેફ કરાવ્યું છે, તેવા જ કેટલાક પ્રયત્નો આ વખતે બનારસના ઘાટો પર કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે, કાશી વિશ્વનાથ કૉરિડોર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 55 હજાર ચોરસ મીટરમાં બનેલા આ કોરિડોરનું ભવ્ય સ્વરૂપ હવે દેખાશે. કાશી વિશ્વનાથ ધામ હવે રાજસ્થાન અને મિરઝાપુરના ગુલાબી પથ્થરોથી પણ સજવા પણ લાગ્યું છે. લગભગ 65 હજાર ક્યૂબિક ફુટ ગુલાબી પથ્થરોનું પ્રથમ શિપમેન્ટ પહોંચ્યા બાદ હવે કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution