દિલ્હી-

ભારતીય સેનાએ આર્મી પોલીસમાં નેપાળી મહિલાઓની ભરતી હાથ ધરી છે. આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે નેપાળી યુવાનોને સેનામાંથી હાંકી કાઢવાની માંગ કરવામાં આવી રહી છે. સૈન્ય વતી કહેવામાં આવ્યું છે કે તેઓ નેપાળી લોકોની ભરતી ચાલુ રાખવા માંગે છે જેથી નેપાળી નાગરિકો સેનાના ક્ષેત્રમાં વિસ્તરણ મેળવી શકે.

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લાયક છોકરીઓ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ધારાધોરણ મુજબ, ફક્ત તે 10 મી પાસ છોકરીઓ જ અરજી કરી શકે છે, જેમની ઉંમર 16 થી 21 વર્ષ છે એટલે કે તેમનો જન્મ 01 ઓક્ટોબર 2000 થી 01 એપ્રિલ 2004 ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમજ લંબાઈ 152 સે.મી.હોવી જરૂરી છે. અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ છે. વીર નારીઓ ની વયમર્યાદા 30 વર્ષ છે. જેઓ આ માપદંડને પૂર્ણ કરે છે તેમને વધુ પસંદગી પ્રક્રિયા માટે અંબાલા, લખનઉ, જબલપુર, પુના, બેગગામ અને શિલોંગ મોકલવામાં આવશે.ભારતીય સેનાના કર્મચારીઓ, વીર નારીઓ અથવા જેમના પિતાની ફરજ દરમિયાન અવસાન થયું છે, તેમની દીકરીઓ ને લેખિત પરીક્ષામાં 20 ગ્રેસ ગુણ આપવામાં આવશે. નોંધનીય છે કે,નેપાળ અને ભારત વચ્ચેની સંધિ મુજબ ભારતીય સેનામાં એક અલગ ગોરખા રેજિમેન્ટ છે.જેમાં 32 હજારથી વધુ નેપાળી નાગરિકો કાર્યરત છે.