દિલ્હી-

વાયએસઆર કોંગ્રેસના નેતા અને સાંસદ પરિમલ નથવાણીએ, બુધવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્ય તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. નથવાણીએ ટ્વિટર પર આ વાત જણાવતા કહ્યુ હતુ કે,' ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવો એ આનંદની વાત છે. હું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના વડા વાય.એસ. જગન મોહન રેડ્ડીનો આભાર માનુ છું કે, તેમણે મને આંધ્રપ્રદેશની જનતાની સેવા કરવાની તક આપી. "

પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ છે, અને રાજ્યસભાના સાંસદ તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. નથવાણી 12 વર્ષથી ઝારખંડથી સ્વતંત્ર સાંસદ તરીકે કામ કરી રહ્યા હતા. પરિમલ નથવાણીને વાયએસઆર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે, રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.