નવી દિલ્હી

કોરોનાને કારણે લાગુ લોકડાઉન અને તેના કારણે સામાન્ય લોકોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ઑટો, ટેક્સી ડ્રાઇવરોને રાહત આપવા માટે તેમને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હી કેબિનેટે ઑટો-ટેક્સી ડ્રાઇવરો માટે 5000 રૂપિયાની સહાયત રકમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારની આ પહેલના લાભાર્થીઓમાં ઇ રિક્ષા ડ્રાઇવરો, ટેક્સી ડ્રાઇવર, ફટ-ફટ સેવા ડ્રાઇવરો, ઇકો-ફ્રેન્ડલી સર્વિસ ડ્રાઇવરો, ગ્રામીણ સેવા અને પબ્લિક સેવાના બેજેસવાળા મેક્સી કેબ ડ્રાઇવરો સામેલ હશે.

દિલ્હી સરકારે આપેલી માહિતી અનુસાર અત્યાર સુધી દિલ્હી સરકારે 1.56 લાખ ઑટો ટેક્સી ડ્રાઇવરોને આર્થિક સહાય આપવા માટે 78 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ સપોર્ટની રકમ આધાર લિંક બેન્ક અકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.

દિલ્હીમાં હાલમાં લગભગ 2.80 લાખ PSV બેજ ધારકો છે અને આ ઉપરાંત લગભગ 1.90 લાખ આવા પરમિટ ધારકો છે જે સરકારની આ યોજનાનો લાભ લેવા પાત્ર રાખે છે.


સરકારે એમ પણ કહ્યું કે દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે પહેલા જતેના માટે બજેટની જોગવાઈ કરી લીધી છે. આ સુવિધાને લેવા માટે લાભા ભોગિયોને કેટલાક દસ્તાવેજો બતાવવાના રહેશે જેમાં PSV બેજ પરમિટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો સામેલ છે.

જણાવી દઇએ કે 4 મે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હીના તમામા PSV બેઝધારી પરમિટ ધારકો અને પેરાટ્રાન્જિટ વાહન ડ્રાઇવરોને 5000 રૂપિયાની એકમુશ્ત સહાય રકમ ઉપલબ્ધ કરાવામાં આવશે.