દિલ્લી,

ભારત-ચીન સરહદી તણાવને લઇને ગઇ કાલે બંન્ને દેશો વચ્ચે જનરલ લેવલ મીંટીગ યોજાઇ હતી. જે લગભગ 12 કલાકથી વધુ ચાલી હતી અને તેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, વાતચીત દરમ્યાન ભારતી સૈન્ય અધિકારીઓએ ચીની સેનાને પાછા હટી જવાનું કહ્યું. સુત્રોથી પ્રાપ્ત જાણકારી મુજબ આજે પણ બંન્ને દેશો વાતચીત કરશે. આ વચ્ચે ખબર આવી છે કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે આજે લેહના પ્રવાસ કરશે અને 14મી કોરના સૈન્ય અધિકારીઓ સાથે ત્યાંથી પરિસ્થિતિ જાણશે. ભારત અને ચીન સેનાઓ વચ્ચે ગત સપ્તાહે ગલવાન ખીણમાં હિંસક અથડામણની પરિસ્થિતિ ઊભી હતી. જેમાં આપણા 20 જવાનો શહીદ થયા હતા. 

ભારતીની તરફથી લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ જ્યારે ચીનની તરફથી શિનજિયાંગ સૈન્ય જિલ્લાના ચીફ મેજર જનરલ લિઉ લિન સાથે વાતચીત કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ કોર કમાંડર સ્તરની આ બેઠકમાં ભારતે ચીનથી એલએસી પર સૈનિકો પાછા લઇ જવા માટે સમય સીમા માંગ્યો છે. આ વચ્ચે ખબર આવી છે કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે આજે લેહના પ્રવાસે છે અને 14મી કોરના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવશે. આ દરમિયાન તે ચીન અને પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સુરક્ષા બળોની તૈયારી અને સ્થિતિની સમીક્ષા કરશે.