દિલ્હી-

ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોલિટિકલ ગૃપને લઈને મોટી જાહેરાત કરી છે. કંપનીના સીઈઓએ કહ્યું કે, હવેથી ફેસબુક પર રાજકિય ગૃપની ભલામણ કરવામાં નહી આવે.  અમેરિકાની ચૂંટણી દરમિયાન કંપની આ ર્નિણય લીધો હતો. જણાવી જઈએ કે વર્ષ 2020ની છેલ્લા ક્વાટરમાં કપનીને સારો નફો થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 11.22 અરબ ડોલર કે 3.88 ડોલર પ્રતિ શેયરનો નફો પ્રાપ્ત કર્યો.

તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં 2020ના અમેરિકાની ચૂંટણીની લીડમાં અમેરિકી યૂઝર્સને આ સમૂહોની ભલામણ કરવાથી રોકવા આ ર્નિણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઝકરબર્ગે કહ્યુ કે કંપની હવે પોતાના ન્યૂઝ ફિડમાં ગ્રાહકો દ્વારા જાેવામાં આવતા રાજકીય કન્ટેટને ઓછુ કરવાનો પ્લાન બનાવી રહી છે. ઝકરબર્ગે કહ્યું કે, અમે અમારી કમ્યુનીટી પાસે ફીડબેક લીધુ છે, જેને શાંભળ્યા બાદ જાણવા મળ્યું છે કે લોકો હવે પોલિટિકલ કન્ટેટને વાંચવાનું પસંદ નથી કરતા. તેથી તેઓ તેમની સર્વિસિઝમાં બદલાવ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2020ની છેલ્લા ક્વાટરમાં કંપનીને સારો નફો થયો છે. કોરોના મહામારીના કારણે લોકો ઘરોમાં રહેતા ફેસબૂકનાં વપરાશમાં ઘણો વધારો નોંધાયો હતો અને યૂઝર્સ પણ ઘણા વધ્યા હતા. આ ઉપાંરાત ડિજિટલ જાહેરાતમાં પણ આવકમાં વધારો થયો છે. ફેક્ટસેંટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વિશ્લેષકોએ જણાવ્યું કે, ફેસબુકે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૧૧.૨૨ અરબ ડોલર કે 3.88 ડોલર પ્રતિ શેયરનો નફો પ્રાપ્ત કર્યો. જે તેના આગળના વર્ષ કરતા ૫૩ ટકા વધુ છે.