વલસાડ,  ધરમપુર તાલુકાના ધામણી ગામે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માટે મૂકવામાં આવેલી એગ્રીકલ્ચરની લાઈનમાં ૧૨ કલાક દિવસે અને ૧૨ કલાક રાત્રે આમ એક એક અઠવાડિયાના સમય કાળમાં વીજ પુરવઠો ઈલેક્ટ્રીક વિભાગ દ્વારા આપવામાં આવતો હોય છે. જેથી કરીને ખેડૂતો તેમની ખેતીમાં પીયત કરી શકે. પરંતુ અહીં સમસ્યા એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી મૂકવામાં આવેલી એગ્રીકલ્ચર લાઈનમાં સતત વીજ પ્રવાહ આવતો નથી. એક માસની અંદર માત્ર ચારથી પાંચ કલાક જ વીજ પ્રવાહ આવતો હોય છે જેના કારણે આ ગામના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે. 

ધામણી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં શાકભાજી તેમજ વિવિધ પાકો મેળવવા માટે પિયતની જરૂર હોય છે અને આ પીએફ મેળવવા માટે તેમણે એગ્રીકલ્ચર લાઈન માંથી ૩ ॅરટ્ઠજી ર્ષ્ઠહહીષ્ઠંર્ૈહ મેળવ્યો હતો. પરંતુ આ થ્રી ફેજ કનેક્શન મેળવ્યા બાદ હાલ પરિસ્થિતિ કંઈક જુદી છે. તેઓને ૧૨ કલાક વીજ પુરવઠો મળવો જાેઇએ તે યોગ્ય રીતે મળતો નથી. જેના કારણે મોટાભાગના ખેડૂતોના ખેતરો હાલ સૂકાઈ રહ્યાં છે. એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વોલ્ટેજ પણ ઓછા આવતા હોવાથી ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટ થઈ શકતી નથી. ખેડૂતોને આપવામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એગ્રીકલ્ચર લાઈનમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયા તો જાેવા મળ્યાં છે, સાથે સાથે વીજ પુરવઠામાં વોલ્ટેજ પણ નહિવત પ્રમાણમાં આવતો હોવાથી ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટ થઈ શકતી નથી, જેના કારણે ખેડૂતોને ખેતરોમાં પાણી મુકવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઈલેક્ટ્રીક લાઇનના મૂકવામાં આવેલા જમ્પર ઓ ધામણી ગામથી ૧૫ કિલોમીટર દૂર મૂકવામાં આવ્યા છે.ખેડૂતો માટે મૂકવામાં આવેલી એગ્રીકલ્ચર લાઈનમાં દક્ષિણ ગુજરાત વીજકંપનીએ વિવિધ તંત્રો ઉપર જમ્પર મુકવાના હોય છે.