બર્લિન

કોરોના રોગચાળો હોવા છતાં ૧૨ શહેરોમાં યુરો ૨૦૨૦ ફૂટબૉલ ટુર્નામેન્ટ યોજાઈ શકે છે. યુરોપિયન ફૂટબૉલના સંચાલક મંડળ યુઇએફએ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યએ કહ્યું કે ૧૨ શહેરોમાં યુરો ૨૦૨૦ રાખવાનું લક્ષ્ય છે. એક સમાચાર એજન્સી અનુસાર જર્મન ફેડરેશન (ડીએફબી) ના વાઇસ પ્રેસિડેન્ટ રેનર કોચે જણાવ્યું હતું કે આ ઇવેન્ટને સારી રીતે ગોઠવવાનું લક્ષ્ય છે. જો કે તેમણે સ્વીકાર્યું કે આ મામલે અંતિમ નિવેદન આપવું બહુ વહેલું છે. તેમણે કહ્યું કે તેઓ કોરોના રસીના પ્રભાવથી વિશ્વાસ છે કે આવતા સપ્તાહમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ગત વર્ષે યુરો ૨૦૨૦ નું આયોજન થવાનંં હતું પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે ૧૧ જૂનથી ૧૧ જુલાઈ સુધી યોજાશે. ગયા વર્ષે કોરોનાને લીધે ઘણા રમતગમત કાર્યક્રમો આવતા વર્ષે સ્થગિત કરવામાં આવ્યા હતા. જેમાં યુરો કપ પણ એક છે.