નવી દિલ્હી,,તા.૧૩

કિવી ટીમના યુવા ક્રિકેટર રચિન રવિન્દ્ર અને મહિલા ક્રિકેટર એમેલિયા કેરે ૨૦૨૩ના ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડ સમારોહમાં ટોચના સન્માનો જીત્યા. રચિન રવિન્દ્ર રિચર્ડ હેડલી મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો, જ્યારે એમેલિયા કેરે સતત બીજા વર્ષે ડેબી હોકલી મેડલ જીત્યો. આ સિવાય કેરે ઓડીઆઈઅને ટી૨૦આઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો.ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં પોતાની ૩૨મી ટેસ્ટ સદી ફટકારનાર કેન વિલિયમસનને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ડેરીલ મિશેલ મેન્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે મિશેલ સેન્ટનરે ટી૨૦આઈ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો.