મુંબઇ

રાહુલ વૈદ્ય તેની ગર્લફ્રેન્ડ દિશા પરમારની સાથે હાલમાં જ દોસ્ત મેઘા ઈસરાનીના લગ્નમાં સામેલ થયો અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર રાહુલ વૈદ્ય અને દિશા પરમારના આ ફોટોગ્રાફ્સ ધૂમ મચાવી રહ્યા છે. દોસ્તના લગ્ન બાદ હવે સંગીત સેરેમનીનો રાહુલ વૈદ્ય અને દિશા પરમારનો ડાન્સ વિડીયો સામે આવ્યો છે.


આ વિડીયોમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમાર, શાહરુખ ખાનના ગીત 'તુમસે મિલકે દિલ કા હાલ' પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે. હવે રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ફેન્સને તેઓનો ડાન્સ અને કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પહેલા પણ ફેબ્રુઆરીમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમારનો એક ડાન્સ વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દોસ્તના લગ્નમાં પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમાર, 'દિલ ચોરી' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.