રાજકોટ-

રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 6 લોકોના મોત થયા જ્યારે 2 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.આ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના બીજા માળે મશિનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. આગ લાગી હતી તે દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો. ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતા અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીઓને વારાફરતી ખભા પર ઉંચકી અગાશી પર મૂકી આવ્યો હતો. 

મૃતકોના નામ-  રામસિંહભાઈ,નિતિનભાઇ બાદાણી,રસિકલાલ અગ્રાવત,સંજય રાઠોડ,કેશુભાઈ અકબરી