વડોદરા : ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં આજે આરોપી પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ઉર્ફે હેમંત ભટ્ટને રિ-કન્સ્ટ્રકશન માટે દુષ્કર્મ થયેલા ત્રણ જુદા જુદા સ્થળો ઉપર લઈ જવાયો હતો. આરોપી પાસે ગુનાની જગ્યાની ઓળખ કરવી જરૂરી હોવાથી પીડિતા ઉપર ત્રણ સ્થળોએ રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાતને પગલે નિસર્ગ ફલેટ, હેલી ગ્રીન ફલેટ અને હાર્મની હોટેલ ખાતે રાજુ ભટ્ટને પોલીસ લઈ ગઈ હતી. બીજી તરફ દુષ્કર્મના મામલાના મુખ્ય આરોપી અશોક જૈન અને પીડિતાના મિત્ર બૂટલેગર અલ્પુ સિંધીને શોધવા પોલીસ જાેર લગાવી રહી છે. મદદગારીના આરોપ હેઠળ ઝડપાયેલા નંદન કુરિયાના સંચાલક કાનજી મોકરિયાના રિમાન્ડ પૂરા થતાં જેલના હવાલે કરાયો હતો.

આરોપી રાજુ ભટ્ટની કબૂલાતના આધારે પોલીસે ત્રણેય જગ્યા ઉપર લઈ દુષ્કર્મ સમયે પીડિતા અને રાજુ ભટ્ટની ક્રિયાઓ અંગે માહિતી મેળવી હતી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પીડિતાના નિવેદનના આધારે ૧૦ વર્ષની સજાની જાેગવાઈ ધરાવતી સૃષ્ટિવિરુદ્ધના કૃત્ય અંગેની ૩૭૭ની કલમ દાખલ કરી હતી. જ્યારે એકથી વધુ વાર દુષ્કર્મ ગુજારાયું હોવાથી ૩૭૬ (એન) મળી બે નવી કલમો દુષ્કર્મની મૂળ ફરિયાદમાં ઉમેરી હતી. આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરાના ર્નિસગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-ડી/૯૦૩ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સાથે રાખીને અડધો કલાક સુધી સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરોપી રાજુ ભટ્ટને હોટલ હાર્મની ખાતે લઇ જવાયો હતો, જ્યાં રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાને સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી કાનજી મોકરિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કાનજી મોકરિયાને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. સીટ દ્વારા ગુરુવારે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં સમક્ષ રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે સ્પાઇ કેમેરા કોણે લગાવ્યા? અને ફરિયાદીને નગ્ન ફોટા મોકલવા પાછળનું કારણ શું હતું? એની તપાસ કરવાની હોઈ, રિમાન્ડની જરૂર છે. તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માગણી કરતાં કુલ ૧૧ મુદ્દા રજૂ કરી આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જાેઇએ એવી રજૂઆત કરવામાં આવી હતી. એની સામે બચાવપક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે દુષ્કર્મ કેસમાં રિ-કન્સ્ટ્રકશન પંચનામું થઇ શકે નહિ. આરોપીને કોણે ભગાડ્યો અને મદદ કરી એના પુરાવા નથી, સીસીટીવી અને મોબાઇલ રેકોર્ડિંગ વગેરે ટેક્નોલોજી પુરાવા છે એટલે એમાં રિમાન્ડની જરૂર નથી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બંનેે પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. ૩ દિવસના રિમાન્ડ દરમિયાન આજે દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરાના નિસર્ગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-ડી/૯૦૩ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સાથે રાખીને સીટ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીડિયાને ફ્લેટ નં-ડી/૯૦૩માં એન્ટ્રી આપવામાં આવી નથી અને બંધબારણે જ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ફલેટ માલિકે કેમેરો લગાવેલ બોર્ડ જ કેમ રિપેર કરાવ્યું?

નિસર્ગ ફલેટ નં.૯૦૩માં કેમેરા લગાવ્યા હતા, એ બોર્ડ રિપેર કોણે કરાવ્યું? એવા સવાલનો જવાબ પોલીસ હજુ સુધી મેળવી શકી નથી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટના સ્થળની મુલાકાત લઈને પંચનામું કર્યું હતું. ત્યારે બેડ અસ્તવ્યસ્ત અને ટીપોઈ અને તૂટેલી હાલતમાં ટીવી મળી આવ્યું હતું. પરંતુ લાઈટનું બોર્ડ રિપેરિંગ થઈ ગયું હતું. પરંતુ લાઈટનું બોર્ડ રિપેરિંગ થઈ ગયું હતું. ફલેટ માલિક રાહીલ જૈને આ બોર્ડ રિપેરિંગ કરાવ્યું હોવાનું જણાવ્યું છે. તો માત્ર બોર્ડ જ રિપેર કરાવ્યું? તૂટેલી ટીપોઈ અને ટીવી કેમ રિપેર ના કરાવ્યું એવો ગંભીર સવાલ ઊભો થયો છે.

મેમરી કાર્ડ ક્યાં ગયું, કેમેરો કોણે લગાવ્યો? તેની પોલીસ દ્વારા તપાસ

આ બે સવાલો આખા દુષ્કર્મના મામલામાં મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. પોલીસ જાે એ શોધી કાઢશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જ્યારે આપત્તિજનક અવસ્થામાં ફોટા યુવતીના મિત્ર બૂટલેગર અલ્પુ સિંધીને કોણે મોકલ્યા એની પણ જાણકારી પોલીસ મેળવી લે તો આ મામલો હનીટ્રેપનો છે કે રેપનો એ પણ સ્પષ્ટ થઈ જશે એવું મનાય છે. પરંતુ હજુ સુધી કેમેરો કોણે લગાવ્યો, મેમરી કાર્ડ કયાં છે? અને ફોટા ક્યાંથી ક્યાં મોકલાયા એ પોલીસ શોધી શકી નથી.