ભરૂચ, હાલમાં પરિણામ જાહેર થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસે ઐતિહાસિક ખરાબ દેખાવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા ગુમાવવાની સાથે પાલેજ જિલ્લા પંચાયત સીટ જેના ઉપર છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસનું એકધારું શાસન હતું. પણ જીલ્લા પ્રમુખ દ્વારા મકબુલ અભલી જેવા સક્ષમ ઉમેદવારની પસંદગી નહિ કરતાં કોંગ્રેસે એ પાલેજ બેઠક ગુમાવી દીધી હોવાનું માનવામાં આવે છે. અને સાથે સાથે આખા દક્ષિણ ગુજરાતમાં માત્ર એક જ નગરપાલીકા જેમાં કોંગ્રેસ શાસનમાં હતી એવી આમોદ નગરપાલિકામાં કોંગ્રેસની એક પણ સીટ નહિ આવતા પ્રદેશ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો હતો. અહી નોંધનીય છે કે આમોદ નગરપાલિકામાં મહેબૂબ કાકુજી જેઓ કિંગ મેકરની ભૂમિકા ભજવતા આવ્યા છે. જેની પણ ધરાર અવગણના કરવામાં આવી, જીલ્લાના એક માત્ર ધારાસભ્ય જે જંબુસર મતવિસ્તારની જ આમોદ નગર પાલિકા હોય તેમની પણ ઉપેક્ષા થઈ હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. ત્યારે પ્રદેશ તરફથી આમોદમાં મેન્ડેડ વિના ચુંટણી લડવાના ર્નિણયની પણ અવગણના થતાં કાકુજી એ એકતા પેનલના નામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી અને એકતા પેનલે વિરોધ પક્ષમાં સ્થાન મેળવ્યું હતું. આમ એના જવાબદાર જીલ્લા પ્રમુખ હોવાનો પુરાવો પ્રદેશની બજાવેલ નોટીશથી સાબીત થયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાને સ્પષ્ટ આદેશ પ્રદેશથી આપવામાં આવ્યો છતાં પણ પરિમલસિંહે મનસ્વીપણે  લાગતા વળગતા અને વ્હાલા દવલાની નીતિથી ટીકીટની ફાળવણી કરાઈ અને સિનિયર અને કિંગ મેકર નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ બાબતને ધ્યાને લેતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ જિલ્લા પ્રમુખ સામે કોરડો વિંજવાનું શરૂ કર્યું હોય જેના ભાગરૂપે ગત ૧૬ માર્ચના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાને પ્રદેશ સમિતિ એ ટીકીટ વહેચણી બાબતે ગેરરીતિ કર્યા બાબતે બે દિવસમાં ચોખવટ કરવા બાબતે નોટીશ ફટકારી કહ્યું છે કે બે દિવસમાં લેખિત ખુલાસો ના કર્યો તો ગંભીર પગલાં લેવાશે. આ બાબતથી સ્પષ્ટ થઈ ગયું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ દ્વારા એમની જાે હુકમી ચલાવવામાં આવી હતી અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવી હતી. હવે સ્થાનિક દિગ્ગજ નેતાઓની ટીકીટો કાપી  પરિમલસિંહ દ્વારા જાણી જાેઈને ઉપેક્ષા કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જેથી પ્રદેશ દ્રારા આપવામાં આવેલ નોટીશથી સાબીત થયું છે કે જીલ્લા પ્રમુખે પ્રદેશના આદેશની અવગણનાનો ગુનો કર્યો છે. જે એ વાતને સાબીત કરે છે કે ભાજપ સાથેની મીલીભગતના આરોપો ચૂંટણી પહેલાં જીલ્લા સંગઠન ઉપર લાગ્યા હતા, તે કદાચ સાચા હતા. કારણ કે જીલ્લા પ્રમુખના ર્નિણયોના કારણે ભાજપને સીધો કે આડકતરી રીતે ફાયદો થયો છે. હવે જાેવું રહ્યું કે ચુંટણીઓમાં ભૂંડી હાર બદલ જવાબદાર ઠરેલ જીલ્લા પ્રમુખ નોટીશનો જવાબ બે દિવસમાં શું આપે છે અને જીલ્લાના વરિષ્ઠ સક્ષમ આગેવાનો જે પરિમલસિંહની નિતીના ભોગ બન્યા છે તે હવે શું કરે છે. પ્રદેશ સમિતિના આદેશની અવગણના કરવામાં આવી છે