વડોદરા, તા.૩૦ 

કોરોનાની મહામારીના કારણે ૧૫ મી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ બંધ રાખવાનો આદેશ થયો છે. રાજ્ય સરકારે ધો.૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શકે તેમ ન હોઇ હોમલ‹નગનો વિકલ્પ આપેલ છો. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પટેલના માર્ગદર્શનથી સાવલી તાલુકાના ભાદરવા સી.આર.સી. ની ૧૧ પ્રાથમિક શાળાઓ બે હાઇસ્કુલોમાં ૮૦ શિક્ષકો દ્વારા ૨૧૯૦ વિદ્યાર્થીઓ માટે અને ધો.૯ થી ૧૨ ના ૪૯૨ વિદ્યાર્થીઓના ૨૧ શિક્ષકો વડે વોટ્‌સએપ અને ટીવીના માધ્યમથી હોમલ‹નગની શરૂઆત થઇ હતી.

વિદ્યાર્થીઓ મોબાઇલ, યુ ટ્યુબ, ક્યુ આર કોડ અને બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ મારફતે અથવા વર્ચ્યુઅલ ક્લાસમાં માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. શાળાના સ્ટાફનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે.