મુંબઇ

દિલ્હી કેપિટલ્સનાં હેડ કોચ રિકી પોન્ટિંગ માને છે કે વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત ઈન્ડિયન પ્રિમિયર લીગ માં ટીમનું નેતૃત્વ કરવાની વધારાની જવાબદારી નિભાવશે. કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને કારણે પંતને આગામી IPL માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પોન્ટિંગે ફ્રેન્ચાઇઝની મીડિયા રિલીઝમાં કહ્યું હતું કે, "મને લાગે છે કે તે વધારાની જવાબદારીનો સંપૂર્ણ આનંદ લેશે. તે એવો વ્યક્તિ છે જે જવાબદારીને પસંદ કરે છે જે નેતૃત્વ કરવાનું પસંદ કરે છે. તેથી તે જવાબદારી કેવી રીતે નિભાવે છે તે જાેવા માટે હું ખરેખર ઉત્સુક છું. '' 

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે તેને મદદ કરીશું, પરંતુ મને નથી લાગતું કે હવે તેને વધુ મદદની જરૂર પડશે." આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે નવનિયુક્ત કપ્તાનને મદદ કરવી તે કોચિંગ સ્ટાફ અને વરિષ્ઠ ખેલાડીઓના કાર્યનો ભાગ હશે.તેમણે કહ્યું કે, "મને લાગે છે કે જાે આપણે પ્રથમ મેચ પહેલા ઋષભ સાથે તેની કેપ્ટનશીપ વિશે વાત કરી શકીએ છીએ, તો પછી ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી.